fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ કાયક્રમ હેઠળ સાયકલ રેલી યોજાઇ

૧૦૩ સેન્ટરો ખાતે ૧૪૮૦ સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો
રાજયના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવેલ શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લાથી ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’ નો શુભારંભ થતા સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં પણ “સાયકલ ચલન થકી બીનચેપી રોગથી મુક્તિ” સુત્ર હેઠળ સાયકલ રેલીનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું.


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ આર. ગુરવ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પટેલના હસ્તે રેલીને સીનીયર પાર્ક ખાતેથી ફ્લેગઓફ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ સાયક્લોથોનમાં અમરેલી સીટી નાં સીનીયર પિડીયાટ્રીક ડો.નીતીન ત્રિવેદી સહિતનાં પ્રાઇવેટ ડોકટરશ્રીઓ તથા જિલ્લાના ૧૩૬ સેન્ટરો ખાતે તમામ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો, પેટા આરોગ્ય કેંદ્રો, આરોગ્ય કેંદ્રો અને અર્બન આરોગ્ય કેંદ્રો દ્વારા જિલ્લાના વિવિધ સાઈકલીંગ કલબ, હેલ્થ વિભાગના ડોકટરો, કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સિનિયર સીટીઝન અને બાળકો વગેરે મળી કુલ-૧૪૮૦ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી કુલ-૯ કિ.મી.ની યોજવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts