અમરેલી જિલ્લામાં બે સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫૫ બોટલ ઝડપી લેવાઈ અમરેલી જિલ્લામાં પ્રોહિબીશનની પ્રવૃતિને નાથવા એસપી હિમકર સિંહે સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અનુસંધાને જિલ્લા પોલીસે બે સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ઝડપી હતી. લીલીયા મોટામાં નીલાગ્રા ચોકડી પાસેથી વિક્રમ શુક્લ (ઉ.વ.૨૪) તથા ચેતન દેવાણી (ઉ.વ.૩૮) સુઝુકી એક્સેસ લઇને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૫ બોટલ મળી આવી હતી
. પોલીસે મોટર સાયકલ, દારૂની બોટલ મળી ૪૬,૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.પી.વેગડા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં મારૂતીનગરમાં મુસ્તુફા ઝાખરા (ઉ.વ.૨૪)ના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૬૦ બોટલો મળી હતી. પોલીસે ૧૮,૦૦૦ નો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ સહદેવસિંહ વધુ તપાસ કરી રહ્યા છે. જુના વાઘણીયા ગામેથી એક મહિલાના રહેણાંક મકાનેથી ૫ લિટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. સાવરકુંડલા
અને લુણસાપુરમાંથી એક-એક મળી કુલ બે પીધેલા પકડાયા હતા
Recent Comments