અમરેલી

અમરેલી જિલ્લામાં ભાવસભર પ્રાર્થના સભા: મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ તા.૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો હતો ત્યારે આ શોકમાં સહભાગી થતાં અમરેલી જિલ્લાની સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાજ્યવ્યાપી શોકના પગલે વિવિધ કચેરીઓમાં પ્રાર્થના સભાઓ યોજવામાં આવી હતી. મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત આત્માઓની શાંતિ માટે મૌન પાળી તેમની આત્માને શાંતિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી.

Related Posts