અમરેલી જિલ્લામાં ‘‘મનરેગા’’ યોજના હેઠળ ૯૦૦૦થી વધુ પરિવારનો રોજગારી અપાઇ
અમરેલી જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અન્વયે જળ સંચય અભિયાન અંતર્ગત વિવિધ કામો હાથ ધરાવામાં આવ્યા છે. આ કામોમાં ‘‘મનરેગા’’ યોજનાએ રોજગારીનો નવો સ્રોત ઊભો કર્યો છે. જિલ્લામાં ‘‘મનરેગા’’ યોજના હેઠળ ૯૦૦૦થી વધુ પરિવારોને રોજગારી આપવામાં આવી છે. જિલ્લામાં આ યોજના હેઠળ આશરે ૨૨૦૦૦ શ્રમિકોને રોજગારી મળી છે. ગામડાંઓમાં જરૂરિયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા ‘‘સુજલામ સુફલામ અભિયાન’’ અંતર્ગત ‘‘મનરેગા’’ યોજના હેઠળ ૪૭ ચેકડેમના ડિસિલ્ટીંગ તથા તળાવ ઉંડા ઉતારવાના કામ કરવામાં આવ્યા હતા.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અમરેલી જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું કામ ‘‘મનરેગા’’ યોજના અન્વયે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવશે. અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામશ્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલા કાર્યોમાં કેટલશેડ, ખેતરપાળાના કામ, ખેત તલાવડી, જમીન સમતળના કામ દ્વારા લોકોની આવક બમણી થાય તેવા હેતુથી ૧૧૦૦થી વધુ વહીવટી કામોને મંજૂરી આપવામાં આવી હતી.
ગ્રામિણ વિસ્તારોમાં પાણીની સમસ્યાને ઉકેલવા અને જમીનોના તળ ઉંચા આવે અને ખેડૂતોને ખેતીની આવકમાં વધારો થાય તેવા હેતુથી ‘‘મનરેગા’’ યોજના હેઠળ આશરે ૧૦૦ તળાવો અને ચેકડેમ ઉંડા ઉતારવામાં આવ્યા હતા. આ કામોમાં શ્રમિકોને આશરે સાત કરોડથી વધુ રમકની ચૂકવણી કરી રોજગારી આપવામાં આવી હતી.
Recent Comments