અમરેલી

અમરેલી જિલ્લામાં મૃતક વ્યક્તિનું બીજા ડોઝનું સર્ટી. સામે આવ્યું

અમરેલી જિલ્લામાં વેક્સીનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ફેક સર્ટી બનાવવામાં આવ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ૮ મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિનું કેવી રીતે રસીકરણનું સર્ટિફિકેટ બની ગયુ? રસીકરણનો ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા આવા ખોટા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. આ સર્ટિફિકેટ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર પર સવાલ ઉભા થયા છે. કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેવી જ રીતે આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી રહી છે. અમરેલી જિલ્લામાં ૮ મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને કોરોનાની રસીના બીજા ડોઝનું સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. બેદરકારી સામે આવતા મૃતકના પુત્રએ પણ સવાલ ઉઠાવ્યા છે. અમરેલી જિલ્લાના જંગર ગામમાં શાંતિભાઇ બેચરભાઇ જાેટાણીયાનું ૨૫ મે ૨૦૨૧ના રોજ કોરોનાને કારણે નિધન થયુ હતુ.

જેમને ૧૧ એપ્રિલના રોજ કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આથી તેમના અવસાન બાદ પુત્રએ ૭ મહિના બાદ પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરતાં શાંતિભાઇને ૧૧ જૂન ૨૦૨૧ના રોજ કોરોનાની રસીનો બીજાે ડોઝ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. શાંતિભાઇના પુત્ર નીતિનભાઇ જાેટાણીયાએ જણાવ્યુ હતું કે, મારા પિતાએ ૧૧ એપ્રિલના રોજ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને તે પછી તેમણે કોરોના થતા તેમણે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૫ મે ૨૦૨૧ના રોજ તેમનું અવસાન થયુ હતુ. થોડા સમય પહેલા મે કોરોનાની રસીનું સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યુ, ત્યારે જાણ થઇ કે તેમણે ૧૧ જૂન ૨૦૨૧ના રોજ કોરોનાની રસીનો બીજાે ડોઝ આપ્યુ હોવાની નોંધ છે.

Related Posts