અમરેલી જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ બાબરામાં ૪૯.૫૮ % અને સૌથી ઓછો વડીયામાં ૧૨.૬૯ %
સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસોથી મોન્સૂન સાયકલ ફરી એક્ટિવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ થયો છે. ૧૬ જુલાઈના બપોરે ૪ કલાકના અહેવાલ મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજુલામાં ૨૪ મીમી, બાબરામાં ૧૪ મીમી, લાઠીમાં ૭ મીમી, ખાંભામાં ૪ મીમી અને અમરેલીમાં ૩ મીમી જેટલો નોંધાયેલ છે. જિલ્લામાં આ મોસમનો સૌથી વધુ વરસાદ બાબરા તાલુકામાં ૪૯.૫૮ % અને સૌથી ઓછો વરસાદ વડીયા તાલુકામાં ૧૨.૬૯ % જેટલો નોંધાયો છે.
Recent Comments