અમરેલી જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ રાજુલામાં ૧૨૭ % અને સૌથી ઓછો લાઠીમાં ૬૮ %
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોન્સૂન સાયકલ ફરી એક્ટિવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલીના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છે. આજના ૨ વાગ્યાના અહેવાલ મુજબ જિલ્લામાં આ મોસમનો સૌથી વધુ વરસાદ રાજુલા તાલુકામાં ૧૨૭.૨૩ % અને સૌથી ઓછો વરસાદ લાઠીમાં ૬૮.૦૨ % જેટલો નોંધાયો છે.
Recent Comments