અમરેલી જિલ્લામાં ગેંગરેપની ઘટના સામે આવી છે. જેમાં કેટલાક હવસખોરોએ બળજબરીપૂર્વ એક સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને લઈ સમગ્ર પંથકમાં રોષ જાેવા મળ્યો હતો. આ અંગે રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી ઘટનાની ગંભીરતાને લઈ પોલીસ તંત્ર તાત્કાલીક એક્શનમાં આવી તપાસ હાથ ધરી હતી. આ મામલો પોલીસે ૫ હવસખોરોને ઝડપી પાડ્યા છે. સગીરા જ્યારે બજારમાં નીકળી ત્યારે બીભત્સ ઈશારા કરી અપશબ્દો બોલી તેનો પીછો કરી હવસખોરોએ વારાફરતી બળજબરી પૂર્વક સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી અને જાે બનાવની જાણ કોઈને કરીશ વીડિયો વાયરલ કરી બદનામ કરવાની ઘમકી આપી હતી.
આ ઘટનામાં ૫ હવસખોરો સામે ગુનો નોંધાયો છે. કેટલાક સાગરીતો આ દુષ્કર્મ વખતે ધ્યાન રાખતા હતા અને કેટલાક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા હતા. સમગ્ર ઘટના અંગે હાલ ડુંગર પોલીસ સ્ટેશનમાં ૩૭૬ પોક્સો એક્ટ હેઠળ ગુનો, ઇન્ફો એન્ડ ટેકનોલોજી એક્ટ કલમ હેઠળ વિવિધ ગુના નોંધાયા છે. સમગ્ર ઘટનાની સીપીઆઈ કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલા ડીવીઝનના ડીવાયએસપી હરેશ વોરાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ આરોપીઓને ઝડપી લીધા છે. અમારી અલગ-અલગ ૫ ટીમો દ્વારા તપાસ શરૂ છે.
હજુ અન્ય લોકોની સંડોવણી ખુલશે તો તેને પણ છોડીશું નહી. તેમજ કોર્ટ સમક્ષ ૧૦ દિવસના રીમાન્ડની માંગણી કરી રીમાન્ડ મેળવીશું. આ ઘટનામાં મૂળ સુધી પહોંચીશું. તેમજ વધુમાં વધુ પૂરવા મેળવવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેમાં સમાજના લોકોએ પણ સારો સહકાર આપ્યો છે. આવતીકાલે રાજુલા શહેરમાં સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ મૌન રેલી કાઢી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવશે. તેમજ તંત્રને કડક કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરશે. સમગ્ર વિસ્તારમાં ગેંગરેપની ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે.
Recent Comments