ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા પંચાયત, આઇસીડીએસ વિભાગ હેઠળ સમગ્ર જિલ્લામાં તા.૦૧/૦૯/૨૦૨૧ થી તા.૩૦/૦૯/૨૦૨૧ દરમ્યાન પોષણ માહની ઉજવણી કરવાની થતી હોય આજ રોજ માન.કલેકટરશ્રી તેમજ માન.જિલ્લા વિકાસ અઘિકારીશ્રીના અઘ્યક્ષ સ્થાને મળેલ મીટીંગમાં જિલ્લાના તમામ અઘિકારીશ્રીઓ દ્વારા પોષણ શપથ લઇ પોષણ માસનો શુભારંભ કરવામાં આવેલ.
આ ઉ૫રાંત સમગ્ર જિલ્લામાં ચાલતા કોરોના મહામારીના મુકાબલા હેતુથી વેકશીનેશન કેમ્પેઇનમાં જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાએ તમામ લોકો વેકશીન લે અને સમગ્ર જિલ્લાને કોરોના મુકત કરવામાં સહયોગ આપે તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અથાગ પ્રયત્ન કરતુ હોય, જિલ્લાના વર્ગ-૧ અને ર ના અઘિકારીશ્રીને તેમની મુળ કામગીરી ઉ૫રાંત ૫ણ વેકશીન લેવામાં બાકી રહેતા લોકોને સમજુત કરવાની જવાબદારી સોંપેલ હોય ગ્રામ્ય કક્ષાની મુલાકાત દરમ્યાન બહોળા પ્રમાણમાં લોકો સહયોગ આપે તેઓ જાહેર જનતાને અનુરોઘ છે.
Recent Comments