મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ, તા.૧૨ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટક રાજ્યના હુબલી જિલ્લાના ધારવાડ ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં પણ તા.૧૨ જાન્યુઆરીના રોજ અમરેલી સ્થિત વિદ્યાસભા ખાતે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું.
કાર્યક્રમની શરુઆતમાં જિલ્લા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધામાં જિલ્લાના વિજેતા કલાકારોએ લોકગીત અને લોક નૃત્ય રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનાં સભ્યો, શાળા-કોલેજના યુવા વિદ્યાર્થીઓ મળી ૨૦૦ જેટલા યુવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ આપેલા ઉદ્ઘબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. વડાપ્રધાશ્રીએ દેશના યુવાનોને દેશ સેવા કરવાનો અનુરોધ કરી, પ્રેરણા પૂરી પાડી હતી, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કુરેશીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments