તાજેતરમાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ કોરોના મહામારીમાં રેમડેસીવીર ઈન્જેક્શનના જથ્થા બાબતે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે jena અનુસંધાને અમરેલી જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેક્શનના વિતરણ અને જથ્થાના નિયમન માટે નોડલ અધિકારી તરીકે ચૂંટણી મામલતદારશ્રીની નિમણુંક કરવામાં આવી છે. નોડલ અધિકારીશ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના સંકલનમાં રહીને રેમડેસીવીર ઈન્જેક્શનના વિતરણ અને જથ્થાના નિયમનની કામગીરી કરશે. નોડલ અધિકારીશ્રીનો ઈ-મેઈલ આઈ-ડી ઉપર અથવા મોબાઈલ નંબર ૬૩૫૧૩૪૬૪૦૪ ઉપર સંપર્ક સાધી શકાશે.
અમરેલી જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેક્શનના વિતરણ અને જથ્થાના નિયમન માટે નોડલ અધિકારીની નિમણુંક

Recent Comments