અમરેલી જિલ્લામાં લાભાર્થીઓને અપાતા ફોર્ટીફાઇડ ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજણથી દૂર રહેવું
તાજેતરમાં સમગ્ર દેશમાં ફોર્ટીફાઈડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના માટે વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરવામાં આવી છે. ફોર્ટીફાઈડ રાઈસએ ચોખાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં માઈક્રોન્યુટ્રિઅન્સ જેવાકે, ફોલીક એસીડ (વીટામીન બી–૯) વિટામીન બી-૧૨ તથા આર્યનની માત્રા ઉમેરીને તેને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા જ દાણાઓ તૈયાર કરવામાં આવે છે. તેને ફોર્ટીફાઈડ રાઈશ કેર્નેલ કહેવાય છે. આ પ્રકારના દાણાઓમાં માઈક્રોન્યુટ્રિઅન્સ ઉમેરવાથી ફોર્ટીફાઈડ રાઈસ મુળ દાણા કરતા સહેજ જુદા રંગના/થોડા પીળાશ પડતા અને મુળ ચોખાથી આકારમાં થોડા જુદા જણાતા હોય છે.
ફોર્ટીફાઈડ ચોખા રાંધવામાં, મુળભુત ચોખાની જેમ રંધાઈ જાય છે, તેને બાળવાથી પ્લાસ્ટીક જેવી વાસ આવતી નથી, પાણીમાં નાંખવાથી પોચા થઈને ઓળગી જાય છે. આ અંગેના ટેસ્ટ નાગરિક પુરવઠા નિગમ સંચાલીત ફુડ રિસર્ચ લેબોરેટરી ઘ્વારા કરવામાં આવે છે. તેથી રાશનની દુકાનોમાં પ્લાસ્ટીકનાં ચોખા લોકોને આપવામાં આવતા હોવાની ગેરમાન્યતાથી કે આવી કોઈ અફવાથી કોઈ લોકોએ દોરાવવુ નહી તેમ પુરવઠા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે
Recent Comments