અમરેલી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો અનેરો ઉત્સાહ
વિકાસયાત્રા દરમિયાન યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો
અમરેલી, તા.૧૦ જુલાઈ, ૨૦૨૨ (રવિવાર) ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણ, નાગેશ્રી પ્રાથમિક શાળા, દલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માલસીકા પ્રાથમિક શાળા સહિતના સ્થળો પર પ્રભાતફેરી અને યોગાસન કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રાથમિક શાળાના બાળકો પ્રભાતફેરી અને યોગાસન કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિકાસરથના આગમન પૂર્વે ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શહેરી અને ગ્રામ્યકક્ષાએ ‘વિકાસોત્સવ-૨૦’ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Recent Comments