ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજય સરકાર દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામત કામગીરી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામત પ્રક્રિયા પૂરજોશમાં શરુ છે. જિલ્લાના લીલીયા-ભેંસવડી, મેવાસા-વાંસિયાળી, ખારા-કુતણા અને રેલ્વે સ્ટેશન ચોક સાવરકુંડલા ખાતે પેચવર્ક અને મોરમ પાથરવાની કામગીરી પૂર્ણ થઇ છે. વરસાદની સ્થિતિના પગલે અને ખરાબ રોડ-રસ્તા, ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માત ન નડે તે માટે ઝડપથી રોડ રિપેરીંગ અને પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત દ્વારા માર્ગોના મરામત માટે ઝડપભેર થાય તે માટે કામગીરી શરુ છે.
અમરેલી જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત ખરાબ રસ્તાઓના મરામત કામગીરી પૂરજોશમાં

Recent Comments