fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વસવાટ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાગરિકો પોતાના વતનમાં જઈ મતદાન કરે તેવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ

મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે તા. ૩૦ ઓકટોબર ૨૦૨૧ના રોજ મતદાનની તારીખ નિયત થયેલ છે. મધ્યપ્રદેશ મજૂર વર્ગના ઘણા લોકો ગુજરાત-સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ધંધા રોજગાર અર્થે હંગામી સ્થળાંતર કરતા હોવાથી, તેઓ પોતાના વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કરવા પ્રેરાય તે માટે મતદાનની તારીખ અંગે જાગૃતિ લાવવા તેમજ મતદાન માટે પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે. આ અંગે અલીરાજપુર જિલ્લા કલેક્ટર શ્રી મનોજ પુષ્પએ અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાને પત્ર લખી સહયોગ આપવા જણાવ્યું છે.

અમેરલી જિલ્લામાં વસવાટ કરતા અલીરાજપુર વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારો પોતાના વતનમાં જઈ મતદાન કરે અને લોકશાહીને સુદ્રઢ બનાવે તેવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts