fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વસ્તી ગણતરી પ્રમાણે ૯૬૪ મહિલાઓની સામે ૯૨૯ મહિલા મતદારો નોંધાયેલા

આગામી નવેમ્બર માસના ચાર દિવસોમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. અમરેલી જિલ્લામાં વસ્તી ગણતરી પ્રમાણે ૯૬૪ મહિલાઓની સામે ૯૨૯ મહિલા મતદારો નોંધાયેલા છે. આ વર્ષે જિલ્લામાં મહિલાઓ મતદારોની મહત્તમ નોંધણી કરી ૩૫નો જેન્ડર રેશિયો તફાવત નીચે લાવવા તમામ બીએલઓશ્રીને સૂચના આપવામાં આવી હતી.

આ વખતે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારોને સ્પીડ પોસ્ટ મારફતે પોતાના ઘરે ચૂંટણી કાર્ડ મળે તેવી પહેલ શરુ કરવાનું આયોજન કરવામાં આવનાર છે. નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના રોજ ઉપસ્થિત રહેશે. નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે.

Follow Me:

Related Posts