અમરેલી જિલ્લામાં વાવાઝોડાની ઘાતક અસરને પગલે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે અમરેલીની મુલાકાત લીધી
અમરેલી ખાતે આજે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે તાઉ’તે વાવાઝોડાની ઘાતક અસરને પગલે મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ વીજ વિભાગના અધિકારીઓને તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.
નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં કુલ ૭૩ જેટલા ૬૬ કેવી સબ સ્ટેશનો પૈકી ૪૩ જેટલા ખોરવાયા છે. સમગ્ર જિલ્લાના ૧૦૦% એટલે કે ૬૦૩ ગામોમાં સંપૂર્ણપણે પાવર ઓફ કરવામાં આવ્યું છે. હાલ ૪૧ જેટલા અર્બન ફીડર હાલ બંધ હાલતમાં છે. અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં મોટાપાયે નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ૧૩૮ જેટલા જ્યોતિગ્રામ ફીડરોને પણ અસર થઈ છે જેનું રીપેરીંગ કામ ચાલુ છે. ગ્રામીણ વિસ્તારમાં જિલ્લાના જ્યોતિગ્રામ હેઠળના ૨૬૧૦ જેટલા વીજપોલ ડેમેજ થયા છે. ૩૯ વિભાગની તેમજ ૫૪ જેટલી કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા કાર્યવાહી ચાલુ છે. સ્થાનિક ટીમ સિવાય યુજીવીસીએલની ૧૫ જેટલી વધારાની ટીમ બોલવાઈ જે ખાસ જાફરાબાદ અને ઉના પંથકના ગામોમાં કામ કરશે. જિલ્લાની કુલ ૧૮ જેટલી કોવીડ હોસ્પિટલને પણ અસર થઈ હોવાથી સમારકામમાં કે પુનઃસ્થાપિત કરવામાં ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલ સુધીમાં અન્ય ૬૭ જેટલી ટીમો અમરેલી આવી પહોંચશે.
Recent Comments