સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં થયેલા સારા વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. અમરેલી જિલ્લાના જળાશયોમાં તા.૧3/૦૭/૨૦૨૨ના સવારે ૧૬.૦૦ વાગ્યાની સ્થિતિ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ખોડીયાર જળાશયમાં ૦૨.૪૫ મિલિયન ક્યૂબીક મીટર અને મુંજીયાસરમાં ૨.૦૮ મિલિયન ક્યૂબીક મીટર પાણીની આવક થઈ છે. જ્યારે ઠેબી, ધાતરવડી ૦૧ રાયડી જળાશયમાં ૦૦, વડીયા જળાશયમાં ૦0, ધાતરવડી ૨માં ૦૦ વડી, શેલ-દેદુમલ, , સુરજવડીમાં ૦૦ મિલિયન ક્યૂબીક મીટર પાણીની આવક થઈ છે. જિલ્લામાં આ સ્થિતિ મુજબ સૌથી વધુ પાણી ખોડીયાર જળાશયમાં ૭૩.૫૯ ટકા અને મુંજીયાસરમાં ૬૨.૧૯ ટકા નીરનો સંગ્રહ છે, તેમ અમરેલી જિલ્લા જળસિંચન વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં શ્રીકાર વર્ષાના પગલે ખોડીયાર અને મુંજીયાસરમાં નવા નીરની આવક


















Recent Comments