અમરેલી જિલ્લામાં સરેરાશ વરસાદના ૮૨.૮૬ % જેટલો વરસાદ નોંધાયો
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોન્સૂન સાયકલ ફરી એક્ટિવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. તે દરમિયાન અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલીના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છે. ધારી, બગસરા, વડીયા, સાવરકુંડલામાં આજે વરસાદી માહોલ છવાયેલો છે અને શહેરના તમામ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ૪ વાગ્યાના અહેવાલ મુજબ જિલ્લામાં આ મોસમનો સૌથી વધુ વરસાદ લીલીયા તાલુકામાં ૧૦૩.૪૩ % અને સૌથી ઓછો વરસાદ લાઠીમાં ૫૪.૦૨ % જેટલો નોંધાયો છે.
ક્રમ | તાલુકાનું નામ | છેલ્લા ૩૦ વર્ષનોસરેરાશ વાર્ષિક વરસાદ (મીમી) | મોસમનો કુલ વરસાદ (મીમી) | સરેરાશ વરસાદની સામે ટકાવારી (%) |
૧ | અમરેલી | ૬૪૦ | ૬૨૫ | ૯૭.૬૭ % |
૨ | બાબરા | ૬૦૭ | ૫૪૫ | ૮૯.૭૮ % |
૩ | બગસરા | ૬૩૬ | ૪૯૪ | ૭૭.૬૮ % |
૪ | ધારી | ૬૦૧ | ૪૩૭ | ૭૨.૭૧ % |
૫ | જાફરાબાદ | ૬૬૩ | ૪૨૧ | ૬૩.૫૪ % |
૬ | ખાંભા | ૬૦૨ | ૫૦૮ | ૮૪.૪૨ % |
૭ | લાઠી | ૬૦૭ | ૩૨૮ | ૫૪.૦૨ % |
૮ | લીલીયા | ૬૩૭ | ૬૫૯ | ૧૦૩.૪૩ % |
૯ | રાજુલા | ૬૩૩ | ૫૮૩ | ૯૨.૧૧ % |
૧૦ | સાવરકુંડલા | ૬૭૦ | ૫૪૬ | ૮૧.૪૮ % |
૧૧ | વડીયા | ૬૦૭ | ૫૭૪ | ૯૪.૫૯ % |
Recent Comments