અમરેલી

અમરેલી જિલ્લામાં સવારે ૮ વાગ્યાથી ૩.૦૦ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૪૪.૬૨ ટકા મતદાન

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો છે. આજ સવારના ૮ વાગ્યાથી ૦૩ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર કુલ ૪૪.૬૨ ટકા મતદાન નોંધાયું છે. સવારના ૮ વાગ્યાથી ૦૩ વાગ્યા સુધીમાં ૯૪-ધારીમાં ૪૦.૬૮ ટકા, ૯૫-અમરેલીમાં ૪૪.૭૦ ટકા, ૯૬-લાઠીમાં ૪૫.૧૮ ટકા, ૯૭-સાવરકુંડલામાં ૪૧.૫૪ ટકા અને ૯૮-રાજુલામાં ૫૦.૧૩ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર અમરેલી જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યા નથી. આ ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

Related Posts