અમરેલી

અમરેલી જિલ્લામાં સાત દિવસમાં 8 કેસ નોંધાયા, તમામને હોમ ક્વોરન્ટાઈનમાં રખાયા

છેલ્લા ચાર પાંચ દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં પણ છેલ્લા સાત દિવસમાં આઠ કેસ નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસ વિભાગે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. સાથે પોલીસે માસ્ક બાબતે દંડનીય કાર્યવાહી પણ શરૂ કરી છે.છેલ્લા અઠવાડિયા દરમિયાન અમરેલી શહેરમાં 3, રાજુલામાં 3, લીલીયા અને વડીયામાં એક એક કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓને પોતાના ઘરે જ હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં કોરોનાની સારવાર માટે 1339 બેડની વ્યવસ્થા
અમરેલી જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા 1339 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પટેલ સાથે દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા વાતચીત કરતા કહ્યું હતું કે, હાલમાં કોરોનાના જે દર્દીઓ છે તેઓને તેમના ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે અને વધુ સંક્રમણ ન ફેલાય તે માટેની કાળજી રાખીએ છીએ. જિલ્લામાં 1339 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાર સેન્ટર પર સૌથી વધુ વ્યવસ્થા કરવામાં આવી
​​​​​​​
અમરેલી જિલ્લામાં અતિ મહત્વના સેન્ટર અમરેલી,રાજુલા,સાવરકુંડલા, લાઠી જ્યાં મોટા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર હોવાના કારણે ઓક્સિજન પ્લાન પણ ઉભા કરી દેવાયા છે, દવા નો પૂરતો જથો હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પણ રાખી છે હાલમા તમામ હોસ્પિટલ ખાલી છે પણ તંત્રની તમામ તૈયારી રાખી એલર્ટ જોવા મળી રહ્યું છે.

લીલીયા પોલીસ તંત્ર દ્વારા જ માસ્ક વિતરણ કરાયું
​​​​​​​
અમરેલી જિલ્લામા પોલીસ તંત્ર પણ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. અમરેલી,રાજુલા,સાવરકુંડલા સહિત વિસ્તારમાં માસ્ક વગરના લોકો સામે દંડની કાર્યવાહી કરાય છે તો લીલીયા પોલીસ પણ માસ્ક વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા. લીલીયા PSI સાકરીયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા વેપારીઓ સોશયલ ડિસ્ટન્સ જાળવે તમામ લોકો માસ્ક પહેરે અને માસ્ક વગર જોવા મળશે તો દંડ કરશે આ પ્રકારની અપીલ કરતી લીલીયા પોલીસ જોવા મળી હતી આમ પોલીસ તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે.

Related Posts