fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ માં અતિભારે વરસાદની આગાહી પ્રમાણે જ અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગઈકાલ રાતથી ધીમી ધારે શરૂ થઈ વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લા માં ગત રાત્રીના 10 વાગ્યા થી આજ સવારે 8 વાગ્યા દૂધીનો વરસાદ જોઈએ તો અમરેલી 26 મીમી, ધારી 48 મીમી, જાફરાબાદ 31 મીમી, રાજુલા 29 મીમી, લીલીયા 39 મીમી, બગસરા 20 મીમી, વડીયા 12 મીમી, સાવરકુંડલા 13 મીમી, લાઠી 9 મીમી તથા ખાંભા, બાબરા 8 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદ પડવાથી કપાસ, શીંગ, તલ જેવા પાક ને જીવનદાન મળતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts