નિર્ણાયક અને પ્રજાલક્ષી અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૯,૪૭૮ અરજીઓ મળી હતી, તેનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મળી હોય તેવી હાલ કોઈપણ અરજી પડતર નથી. જિલ્લામાં અનુક્રમે રાજુલા તાલુકામાં ૨,૯૫૫, અમરેલી તાલુકામાં ૧,૬૮૮, સાવરકુંડલા તાલુકામાં ૭૮૩, લાઠી તાલુકામાં ૬૯૭, ખાંભા તાલુકામાં ૬૭૮, કુંકાવાવ-વડીયા તાલુકામાં ૬૦૨, જાફરાબાદ તાલુકામાં ૪૮૦, લીલીયા તાલુકામાં ૪૩૧, ધારી તાલુકામાં ૪૧૦, બગસરા તાલુકામાં ૩૯૭ અને બાબરા તાલુકામાં ૩૫૭ સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૯,૪૭૮ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમને વ્યાપક જનપ્રતિસાદ

Recent Comments