અમરેલી

અમરેલી જિલ્લામાં સૌથી નાની વયના ઉમેદવાર શ્વેતા હેલૈયા વિજય

જિલ્લામાં સૌથી નાની વયના ભાજપના ઉમેદવાર શ્વેતા હેલૈયાએ ઈંગોરાળા તાલુકા પંચાયત સીટ પર વિજય મેળવ્યો હતો. અહીં 21 વર્ષીય યુવતીએ પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ઈન્દુબેન પરમારને હરાવ્યા હતા. જિલ્લાભરમાં સૌથી નાની 21 વર્ષીય શ્વેતા ભરતભાઇ હેલૈયા લીલીયા તાલુકા પંચાયતની ઇંગોરાળા સીટ પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. આજે મતગણતરી દરમિયાન ઇંગોરાળા સીટ પર 21 વર્ષીય શ્વેતા હેલૈયાએ પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ઈન્દુબેન જીવરાજભાઈ પરમાર સામે વિજય મળવ્યો હતો.

લીલીયાની ઇંગોરાળા તાલુકા પંચાયતની સીટ સૌથી નાની વયના શ્વેતા હેલૈયાએ જીત પ્રાપ્ત કરતા પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા અને તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભીએ આવકાર્ય હતા

Related Posts