fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં સ્પોર્ટસ કોલેજ શરુ થશેઃ તા.૧૫ જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરવી

ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક જિલ્લામાં સ્પોર્ટસ કોલેજ શરુ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં સ્પોર્ટસ કોલેજ શરુ કરવા માટે રસ ધરાવતી સરકારી, ખાનગી કોલેજ સંસ્થાઓએ sportsatuthority.gujarat.gov.in પર તા.૧૫.૦૬.૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવી. જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ પસંદગી માટેના ધારા-ધોરણો, રમત –ગમત, તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ઠરાવમાં દર્શાવ્યા મુજબ સરકારી અને ખાનગી કોલેજ અથવા સંસ્થા UGC માન્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ હોવાનું આવશ્યક છે. રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૫ એકર જમીન ઉપલબ્ધ હોવી આવશ્યક છે, જેમાં યુનિવર્સિટી કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોનર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છૂટછાટ આપી શકાશે તેમજ ડી.એલ.એસ.એસ શાળાની નજીકની કોલેજ યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત ઓછામાં ઓછી ૨૦૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનિઓ માટે હોસ્ટેલ સુવિધા અને પ્રાથમિક સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર ગણવામાં આવશે. આ અંગેનો ઠરાવ sportsatuthority.gujarat.gov.in ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts