અમરેલી જિલ્લામાં ‘સ્વર સંગમ’ સાંસદ સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લેવા તા.૨૦ જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા અનુરોધ
જિલ્લા વહીવટી તંત્ર અમરેલીની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ કચેરી, અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા રાજ્યસભાનાં સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા આ વર્ષે “સ્વર સંગમ” સાંસદ સાંસ્કૃતિક મહોત્સવનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થશે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૧/૨૦૨૩ છે.
આ વર્ષે સાંસદ સાંસ્કૃતિક મહોત્સવમાં વિવિધ ૨૧ સાંસ્કૃતિક કૃતિઓ અને ત્રણ વયજૂથ (૧) ૮ થી ૧૬ વર્ષ, (૨) ૧૬ વર્ષથી ઉપર અને ૩૫ વર્ષ સુધી (૩) ૩૫ વર્ષથી ઉપરના તમામ આમ ત્રણ વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરુ થતી ૨૧ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, ભજન, ગરબા, રાસ, તબલા, હાર્મોનિયમ(હળવું), લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, વાંસળી ધોળ, હાલરડાં, શરણાઈ, મંજીરા, રામસાગર,બેન્જો, ઢોલ(લોકવાદ્ય), પ્રભાતિયા વગેરે કૃતિઓ યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને જણાવવામાં આવે છે કે તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરશ્રીની નિમણુક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. (૧)અમરેલી તાલુકાના સ્પર્ધક કલાકારોએ દીપક હાઈસ્કૂલ ખાતે કન્વીનરશ્રી અશરફભાઈ પરમાર (૨) બગસરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીમતી એલ.કે.બાબરીયા હામાપુર ખાતે શ્રી વિપુલભાઈ ભટ્ટ (૩) રાજુલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ બાલ ક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે શ્રી. રમેશભાઈ ડેરવાળીયા (૪) જાફરાબાદ તાલુકાના સ્પર્ધક કલાકારોએ પારેખ અને મહેતા હાઇસ્કૂલ તથા શ્રી એન કે એસ સી મોદી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શ્રી વિમલભાઈ અગ્રાવત (૫) કુંકાવાવ તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી સુરગવાળા સાર્વજનિક હાઇસ્કૂલ વડીયા ખાતે શ્રી. એમ.જી.મોરી (૬) ખાંભા તાલુકાના સ્પર્ધક કલાકારોએ જે.એન.મહેતા હાઈસ્કૂલ ખાતે શ્રી. અજીતસિંહ ગોહિલ (૭) બાબરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ જ્ઞાનજ્યોત વિદ્યાલય વાંડળીયા ખાતે શ્રી. હરેશભાઈ વડાવીયા (૮) ધારી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલ ખાતે શ્રી. માનસિંહભાઈ બારડ (૯) સાવરકુંડલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી સ્વામિનારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે શ્રી. દીપકભાઈ વાળા (૧૦) લીલિયા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી અમૃતબા હાઈસ્કૂલ લીલીયા ખાતે શ્રી હસમુખભાઈ કરડ (૧૧) લાઠી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીમતિ એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે શ્રી દર્શનાબેન ગીડાને જમાં કરાવવાના રહેશે. આમ આ સાંસદ સાંસ્કૃતિક મહોત્સવની વિગતવાર ફોર્મ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ dydoamreli.blogpost.com પરથી અથવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રુમનં.૧૧૦/૧૧૧, પ્રથમ માળ ખાતેથી મેળવી શકાશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમારે એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments