અમરેલી જિલ્લામાં કોરોનાનો 0 કેસ નોંધાયો હતો. કોરોનાની સંભવીત ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. આવા સમયે જિલ્લામાં રસીકરણની સામે હવે કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે વહિવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. દેશમાં કોરોનાના નવા વોરીયન્સ ઓમિક્રોનની દહેશત છે.
અમરેલી જિલ્લામાં અત્યારે રસીકરણની સામે કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે. ગુરૂવારે અમરેલીમાં 259, બાબરામાં 137, બગસરામાં 214, ધારીમાં 283, જાફરબાદમાં 62, ખાંભામાં 262, કુંકાવાવમાં 149, લાઠીમાં 407, લીલીયામાં 157, રાજુલામાં 155 અને સાવરકુંડલામાં 415 મળી કુલ 2511 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. અમરેલી જિલ્લામાં હવે વેક્સીન લેનારની સામે કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે. અહી એક જ દિવસમાં 2401 લોકોનું રસીકરણ કરાયું હતું. તો 2511 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.બીજી તરફ તેમની સામે અમરેલીમાં 373, બાબરામાં 370, બગસરામાં 318, ધારીમાં 102, જાફરાબાદમાં 192, ખાંભામાં 140, કુંકાવાવમાં 126, લાઠીમાં 183, લીલીયામાં 86, રાજુલામાં 253 અને સાવરકુંડલામાં 258 લોકોનું રસીકરણ કરાયું હતું. જિલ્લામાં હવે રસી લેનારની સંખ્યા કરતા કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થયો છે.


















Recent Comments