અમરેલી

અમરેલી જિલ્લામાં ૧.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી

અમરેલી જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાવરકુંડલાના મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી હતી. લાંબા સમય બાદ ફરી મીતીયાળા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ૧.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લામાં ભાડ અને વાકિયા વચ્ચે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનો આંચકો અનુભવાયાની સિસ્મોલોજી વિભાગે માહિતી આપી છે.

Follow Me:

Related Posts