fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ૨ થી ૮ ઓક્ટોબર ઉજવાશે સુધી નશાબંધી સપ્તાહ ઉજવાશે

વ્યસનમુક્તિના અનેકવિધ કાર્યક્રમો યોજાશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિન ૨જી ઓક્ટોબર-૨૦૨૧ થી ૮મી ઓક્ટોબર-૨૦૨૧ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલીમાં પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યસનમાં અટવાયેલા યુવાનોને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ના માર્ગે વાળવા જનજાગૃતિનું વ્યાપક અભિયાન જરૂરી છે. જે માટે સામાજિક કાર્યકરો, સેવાભાવી સંસ્થાઓ તેમજ ધાર્મિક વડાઓ નો સહકાર મળે તો કોઈ નક્કર પરિણામ લાવી શકાય. નશાબંધી સપ્તાહ ની ઉજવણી દરમ્યાન જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૨જી ઓક્ટોબર ના રોજ સવારે ૯ કલાકે ગાંધી બાગ ખાતે નશાબંધી સપ્તાહ ઉદ્દઘાટન, પૂજ્ય ગાંધી વંદના કાર્યક્રમ તથા પ્રચાર સાહિત્ય અને સ્ટીકર વિતરણ નું આયોજન કરવામાં આવશે તો રાત્રે ૮:૩૦ કલાકે બાબરા શહેર અને તાલુકાના ગ્રામ્યવિસ્તારમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવશે.આમ સતત આખું સપ્તાહ સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યસનમુક્તિના આ વ્યાપક અભિયાનને સફળ બનાવવા તેમાં પધારી યોગ્ય ફાળો આપી સાથ સહકાર આપવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts