અમરેલી જિલ્લામાં ૪૯૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩૮ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી ૧૯ ડિસેમ્બરના યોજાશે
રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લામાં ૪૯૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩૮ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ યોજાશે. ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટેના જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે ચૂંટણીની જાહેરાતની તા. ૨૨-૧૧-૨૦૨૧ છે. ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તા. ૨૯-૧૧-૨૦૨૧ છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૦૪-૧૨-૨૦૨૧ અને ઉમેદવારીપત્રો ચકાસણી કરવાની છેલ્લી તા. ૬-૧૨-૨૦૨૧ છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તા. ૦૭-૧૨-૨૦૨૧ અને મતદાન ૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાશે. જરૂરી જણાય તો પુનઃ મતદાનની તારીખ ૨૦-૧૨-૨૦૨૧ અને મતગણતરીની તારીખ ૨૧-૧૨-૨૦૨૧ છે. અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તા. ૨૪-૧૨-૨૦૨૧ છે. જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આદર્શ આચારસંહિતાનું બરાબર પાલન થાય તથા ફરિયાદોના નિકાલ માટે અસરકારક મોનિટરિંગ કરવામાં આવે તે હેતુથી સંબંધિત તાલુકા આચાર સહિતા માટે ટીમની રચના કરી નોડલ અધિકારીશ્રીઓને નિયુક્ત કર્યા છે.
Recent Comments