અમરેલી જિલ્લામાં 100 ઉપરાંત લોકોને થર્ટી ફસ્ટની ઉજવણી ભારે પડી
અમરેલી જિલ્લામાં 100 ઉપરાંત લોકો થર્ટી ફસ્ટની ઉજવણી કરી નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં 100 ઉપરાંત લોકો થર્ટી ફસ્ટની ઉજવણી કરી નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જીલ્લાના ખાંભા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી પસાર થતા નશાખોરો પોલીસના હાથે ઝડપાયા હતા. સૌથી વધુ ખાંભા રાજુલા વિસ્તારામાં દારૂ પીધેલા વધુ ઝડપાયા હતા. મોડી રાતે મોટાભાગના લોકો દીવમાં નશો કરી અમરેલી જિલ્લામાં પ્રવેશતા ઝડપાયા હતા. અમરેલી એસપીએ ૩૧ ડીસેમ્બરનાં દિવસે અમરેલી જીલ્લામાં આવા નશાખોરોને ઝડપવા માટે ૧૫ ચેક પોસ્ટ ઉભી કરી હતી.
Recent Comments