અમરેલી જિલ્લામાં 44 પ્રાથમિક શાળામાં ધોરણ 6 -7 મર્જ કરાયા
જિલ્લામાં 44 પ્રાથમિક શાળામાં ધોરણ 6 અને 7માં 20 છાત્રો કરતા ઓછી સંખ્યા હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા અન્ય શાળામાં ખસેડી દેવામાં આવ્યા છે. અન્ય શાળામાં ખસેડવામાં આવેલ છાત્રોને હાલ ઓનલાઈન શિક્ષણ કરી દેવામાં આવ્યું છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં સંખ્યા ઓછી હોવાના કારણે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અમરેલી પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા બાબરાની 3, સાવરકુંડલાની 4, ધારીની 10, કુંકાવાવની 5, અમરેલીની 5, લાઠીની 5, લીલીયાની 2, બગસરાની 2, જાફરાબાદની 1, રાજુલાની 5 અને ખાંભાની 2 શાળામાં ધોરણ 6 અને 7માં છાત્રોની સંખ્યા 20 કરતા ઓછી હોવાથી અન્ય શાળામાં મર્જ કરી દીધી છે.
અમરેલી શિક્ષણ અધિકારી એમ. જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે ત્રણ કિલોમીટરના ક્રાઈટેરિયામાં શાળાઓ મર્જ કરવામાં આવી છે. હાલ કોરોના મહામારીના કારણે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે અન્ય શાળામાં ખસેડવામાં આવેલ ક્લાસના બાળકોને પણ ઓનલાઇન અભ્યાસ આપવામાં આવી રહ્યો છે.
Recent Comments