અમરેલી જિલ્લામા પ્રથમ વખત આમ આદમી પાર્ટીનાે ઉદય/ જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 6 બેઠક કબજે કરી
અમરેલી જિલ્લામા પ્રથમ વખત આમ આદમી પાર્ટીનાે ઉદય થયાે છે. કાેંગ્રેસ અને ભાજપ અેમ બંને રાજકીય પક્ષાેને આંચકાે આપી આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 6 બેઠક કબજે કરી હતી. જાે કે અમરેલી પાલિકામા આમ આદમી પાર્ટીનાે ગજ વાગ્યાે ન હતાે.
અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે આજે ખાતુ ખાેલાવ્યું હતુ. અહીના ભાજપના પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવાના પત્નીને હરાવી પારૂલબેન હરેશભાઇ દાેંગા વિજયી થયા હતા. આપના પ્રચાર માટે સુરતથી પણ આપના આગેવાનેાે આવ્યા હતા અને ખાનગી બસાેમા મતદારાેને પણ સુરતથી લાવવામા આવ્યા હતા. ધારી તાલુકામા આપમાથી ઉમેદવારી કરનારા માેટાભાગના ભાજપના અસંતુષ્ટાે હતા. બીજી તરફ ધારી તાલુકા પંચાયતની ત્રણ સીટ પણ આમ આદમી પાર્ટીએ કબજે કરી હતી.
ભાડેરમાથી રેખાબેન સવજીભાઇ પરમાર માત્ર બે મતની લીડથી જીત્યા હતા. જયારે વિરપુરમાથી નિલેશભાઇ તેરૈયા અને મીઠાપુર ડુંગરીમાથી વિમળાબેન વલકુભાઇ વાળા વિજેતા થયા હતા. રાજુલાના બર્બટાણામાથી આપના ઉમેદવાર આશાબેન જગુભાઇ ચાૈહાણ, કુંડલાના વંડામાથી મુકેશભાઇ વિનુભાઇ ખસીયા અને અમરેલીની દેવળીયા સીટ પરથી ભાવેશભાઇ ઘાેહાભાઇ સાેલડીયા વિજેતા બન્યાં હતા.
Recent Comments