નવલાં નોરતાના ઉત્સાહ તેમજ માઁ ના ભક્તિભાવથી થનગનતા આ નવરાત્રીના તહેવારમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાએ સાવરકુંડલા શહેરના રઘુવંશી પરા પ્રાચીન રાસ મંડળી તથા મેલડી ચોક ખાતે શ્રી ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા આયોજિત શ્રી મોગલ માતાજીની ઘી ની મૂર્તિના દર્શન તથા ખોડીયાર ચોક મિત્ર મંડળ આયોજિત પ્રાચીન જય ભારત રાસ મંડળની રાસ મંડળી દ્વારા શ્રી સુરેશ પાનસુરીયા નું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું તથા મણીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય પ્રતિમાના દર્શન કર્યા તથા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની અંદર હાજરી આપી તથા સાવરકુંડલા શહેરમાં સમસ્ત માલધારી સમાજની અતિ પ્રાચી 40 વર્ષથી રમાતી રાસ મંડળી ની અંદર ઉપસ્થિત રહી માલધારી સમાજ ના યુવાનો દ્વારા પરમપરાગત વસ્ત્રો પહેરી રમાતી રાસ મંડળીનો રાસ નિહારીઓ તથા શ્રી દાસારામ યુવક મંડળ દ્વારા મેલડી માતાજીની પ્રતિમા ના દર્શન કરી.
ત્યારબાદ સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ સાવરકુંડલા દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા સાથે તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નીતિનભાઈ નગદીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી વરૂણભાઇ કુંભાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી ચંપુભાઈ ધાધલ, શહેર ભાજપ મંત્રી શ્રી અમિતભાઈ પંડ્યા, શહેર ભાજપ કોષાધ્યક્ષ શ્રી જતીનભાઈ મૈસુરીયા, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ શ્રી મયુરભાઈ રબારી, શહેરો ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, શહેર ભાજપ માલધારી પ્રમુખ શ્રી બીજલભાઇ બતાડા, સાવરકુંડલા શહેર કિસાન મોરચાના પ્રમુખશ્રી પ્રાગજીભાઈ બુહા, સાવરકુંડલા નગરપાલિકા સદસ્યપતિ શ્રી ભુપતભાઈ પાનસુરીયા,જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય શ્રી ગૌતમભાઈ સાવજ, ભાજપ અગ્રણી શ્રી પોપટભાઈ બુહા, યુવા ભાજપ ના શ્રી નિખિલભાઇ ઘેલાણી, યુવા ભાજપ શ્રી દેવર્ષિ બોરીસાગર,શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી તથા શ્રી દિશાંત ત્રિવેદી સહિત ભાજપ પરિવાર સાથે માતાજી ની આરાધના કરી આશીર્વાદ મેળવી, ગરબાઓ ના દર્શન નો લ્હાવો અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા તથા ભાજપ પરિવારે મળ્યો.
Recent Comments