અમરેલી જિલ્લા કલામહાકુંભ સ્પર્ધા ભરત નાટ્યમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતી જેસર રોડ ગુરુકુલની વિધાર્થીની પંક્તિ તૈલી.

અમરેલી જિલ્લામાં તારીખ ૧૨-૧-૨૦૨૪ નાં રોજ કલા મહાકુંભ સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લામાં ભરત નાટ્યમ સ્પર્ધામાં ભાગ લેવા માટે જેસર રોડ ગુરુકુલની વિધાર્થીની પંક્તિ તૈલીએ અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જે હવે પ્રદેશ કક્ષાની સ્પર્ધા અમરેલી જિલ્લાનાં સ્પર્ધક તરીકે ભાગ લેવા જશે. તૈલી પંક્તિ રશ્મિનભાઈ અભ્યાસમાં પણ ખૂબજ હોશિયાર છે. સંસ્થાના વડા પૂજ્ય ભગવતસ્વામીજી , પ્રમુખશ્રી શાસ્ત્રી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી, કોઠારી સ્વામી અક્ષર મૂક્ત સ્વામી અને શાળાનાં આચાર્ય ગિરીશભાઇ વ્યાસ સાહેબે તેમજ શાળા પરિવારે ખૂબ અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી
Recent Comments