અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ નાના માચીયાળા, હરિપરા, સુરગપરા સહિતના ગામોની મુલાકાત લઇ ગામલોકો સાથે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો બાબતે ચર્ચા કરી તેમના પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી. ગામમાં ચાલતા વિકાસ કામો, આરોગ્ય, ખેતી, પશુપાલન ઉપરાંત ગામના વિકાસ માટેના કામોની જરુરિયાતો, અન્ય ખાતા કે વિભાગમાં પેન્ડિંગ બાબતો હોય તો તે અંગેની માહિતી પણ જિલ્લા કલેક્ટરશ્રીએ મેળવી હતી. વધુમાં તેમણે આંગણવાડીઓની મુલાકાત લઇ આંગણવાડીઓના બાળકો અને તેના સંબંધિત કામગીરી અને અન્ય વિગતો મેળવી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અસરકારક કામગીરી થઇ શકે તે માટે તેમણે જરુરી સૂચનાઓ આપી હતી.
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ નાનામાચીયાળા, હરિપરા, સુરગપરા સહિતના ગામોની મુલાકાત લીધી

Recent Comments