અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ -૨ ના સુચારુ અમલીકરણ માટે અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તા.૧૯ નવેમ્બર “વિશ્વ શૌચાલય દિવસ” નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે સૂચનો કર્યા હતા. જિલ્લામાં ૧૯ નવેમ્બરથી “આપણું શૌચાલય: આપણું સન્માન” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે,  જિલ્લામાં આગામી તા.૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકારશ્રીની સહાયથી શૌચાલય બનાવવા પાંચ લાભાર્થીઓને વહીવટી મંજૂરીના હુકમો જિલ્લા કલેકટરશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમિતિની પ્રથમ બેઠક અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન અમરેલી ખાતે સંપન્ન થઈ હતી. આ બેઠકમાં સમિતિના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સમિતિની જવાબદારી, કાર્યપદ્ધતિ અને કામગીરીની રુપરેખાની ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી  કે.જે.જાડેજાએ સમિતિએ કરવાના થતાં કામોની અને વિવિધ સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવનાર કામગીરીઓ અને જવાબદારીઓ વિશે વિગતો આપી હતી. તેમણે કહ્યુ કે, ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન (DWSM) સમિતિ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને જલ જીવન મિશન અંતર્ગતની કામગીરીનું સુચારુ આયોજન અમલીકરણ અને સમીક્ષા થશે. સમિતિને દિશાદર્શન આપતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ કહ્યુ કે, સમિતિ અંતર્ગત કરવાના થતાં વિવિધ કામો તેના માટે વિવિધ યોજના તળે ફાળવવામાં આવતી ગ્રાન્ટ, જળસિંચન માટેની આત્મનિર્ભરતા અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવશે.

અભિયાન અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.જે.જાડેજાએ જણાવ્યુ કે, સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી, અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા વ્યકિતગત તથા સામૂહિક શૌચાલય આઇડેન્ટીફાઇ કરી તેમાં જરૂરીયાત મુજબ પાણી, દરવાજા, વીજળી વગેરેનું સમારકામ કરાવી સુવિધાઓ પ્રોવાઈડ કરી ફરી વ૫રાશલાયક કરવા તેમજ વિવિધ સંસ્થાઓમાં શૌચાલયની જરૂરિયાત માટે અસેસમેંટ કરી ઉપલબ્ધ અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં પણ શૌચાલય બનાવવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, ગ્રામ્ય વિસ્તારમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરવી, OTA ગ્રાન્ટનો ઉપયોગ કરીને સામુહિક શૌચાલયનું રીટ્રોફીટીંગ કરવામાં આવશે આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળા, આંગણવાડી, પંચાયત ઘર, આરોગ્ય કેન્દ્ર સહિતની કચેરીઓમાં ૫ણ શૌચાલય ઉ૫લબ્ધ હોય તેમજ તમામ જગ્યાએ પાણીની સગવડતા હોય તે સુનિશ્વિત કરવા સભ્ય સચિવશ્રી કાર્યપાલક ઇજનેરશ્રી વાસ્મોને સૂચિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સમિતિના સભ્યશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિતિની બેઠક પ્રતિમાસ યોજાશે, જિલ્લા કલેક્ટરશ્રીના દિશાનિર્દેશનમાં આ સમિતિની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Posts