અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા અજય દહિયા

અમરેલી જિલ્લા કલેકટર તરીકે શ્રી અજય દહિયાએ પદભાર સંભાળ્યો છે. શ્રી અજય દહિયા, વર્ષ-૨૦૧૪ની બેચના ગુજરાત કેડરના આઇ એ એસ છે. આ અગાઉ તેમણે ભાવનગર ખાતે પાલિકાઓના પ્રાદેશિક કમિશનર, પોરબંદર અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી જિલ્લાના હળવદ પ્રાંતના મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવી તેમની સેવાઓ પૂરી પાડી છે. શ્રી અજય દહિયા એ મૂળ ફરીદાબાદ, હરિયાણાના છે. તેમણે આઇ આઇ ટી દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય  સાથે બી. ટેક.નો અભ્યાસ  કર્યો છે.

Related Posts