તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ને ગુરુવારના રોજ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ગરિમાપૂર્ણ રીતે હર્ષોલ્લાસ સાથે દેશવ્યાપી ભવ્ય થશે. રાષ્ટ્રભરમાં ધ્વજ વંદન, સાંસ્કૃતિક કૃતિ સહિતના વિવિધ કાર્યક્રમો થશે. તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે, રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બગસરા સ્થિત ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે અમરેલી જિલ્લાકક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી, અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, ભૂલકાંઓ અને નાગરિકો જોડાશે. વધુમાં વધુ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પોલીસ વડા, અધિકારીશ્રી-કર્મચારીઓ, ભૂલકાંઓ અને નાગરિકો જોડાશે

Recent Comments