fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મીટ યોજાઈ

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ધૂરા સંભાળી હતી.મુખ્યમંત્રી થી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની વણથંભી વિકાસયાત્રા વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭ થી  તા.૧૫ સુધી સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરુપે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, અમરેલી જિલ્લાના ગાયક કલાકાર શ્રી વિમલભાઈ મહેતા, જ્યોતિષાચાર્ય શ્રી રોહિતભાઈ જીવાણી, લેખક-કવિ અને કન્ટેન્ટ ક્રિએટરશ્રી અર્જુનભાઈ દવે, કોરિયોગ્રાફર શ્રી કેતનભાઈ મહેતા, શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર શ્રી કેવલભાઈ મહેતા, કન્ટેન્ટ ક્રિએટરશ્રી ઘનશ્યામભાઈ ગેડીયા, વેપારી અને કન્ટેન્ટ ક્રિએટરશ્રી અલ્તાફભાઈ લારીવાળા સાથે સંવાદ કર્યો હતો.

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીમાં અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની જનકલ્યાણકારી કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયાનો રોલ અગત્યનો છે. નાગરિકો સુધી રાજ્ય સરકારની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષમાં કરેલા વિકાસકાર્યોની જાગૃત્તિ નાગરિકો સુધી પ્રસરાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના કાર્યક્ષેત્ર અને તેમના અમરેલી જિલ્લાના વિકાસના સંભવિત ક્ષેત્રો અને વર્તમાન સિદ્ધિની ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, અમરેલી જિલ્લામાં વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. નજીકના જિલ્લા મથકો સાથે ફોર લેન રોડ કનેક્ટિવિટ, ઉદ્યોગો માટે નવી પહેલ, પ્રવાસન ક્ષેત્રે થયેલા કાર્યો અને ભવિષ્યની સંભાવનાઓ પર રાજ્ય સરકાર કામ કરી રહી છે. અમરેલી સર્વસમાવેશી વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. રેલ, રોડ અને હવાઇ કનેક્ટિવિટી તેમજ દરિયાઈ માર્ગે વેપારની અનુકૂળતા હોવાથી અમરેલીમાં અનેક સંભાવનાઓ છે.આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને જિલ્લા વહીવટી તંત્ર વતી આયોજિત સમારોહમાં ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમોનો બહોળી પ્રચાર-પ્રસાર કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, નાયબ કલેક્ટર શ્રી પૂજા જોટાણીયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએર્ઝન્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ માટે શ્રી જયભાઇ મિશ્રા, શ્રી બી.ડી. પાથર, શ્રી એમ. એમ. ધડુક, શ્રી યુવરાજભાઇ જાદવ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. 

Follow Me:

Related Posts