fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાયદા સલાહકારની આવશ્યકતા

 રાજ્ય સરકારના મહેસુલ વિભા દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી માટે ૧૧ (અગિયાર) માસની મુદ્દત માટેની કરાર આધારિત કાયદા સલાહકાર (એક) માટે નિમણુક કરવામાં આવશે. યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ આ અંગેની અરજી તા.૯ જુલાઇ-૨૦૨૪ ના રોજ સાંજે ૫ વાગ્યા સુધીમાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, રાજમહેલ કેમ્પસ, અમરેલી, પિન નં.૩૬૫૬૦૧ ખાતે આર.પી.એડી-કુરિયરથી મોકલવી.

     અરજીમાં ઉમેદવારે તેનું પૂરું નામ, જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ (કાયમી-હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવા.(કવર પર કલેકટર કચેરી, અમરેલી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની જગ્યા માટેની અરજી – તેમ દર્શાવવું.) અરજદારશ્રીની ઉંમર ૫૦ (પચાસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહિ.

આ જગ્યા માટે કાયદાની (સ્પેશ્યલ) ડિગ્રી અથવા કેન્દ્ર-રાજ્ય સરકારનાં કાયદા દ્વારા સ્થાપવામાં આવેલ માન્ય યુનિવર્સિટી દ્વારા એચ.એસ.સી બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ હોય, કાયદાની ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ દ્વારા સ્થાપવામાં આવેલ યુનિવર્સિટી દ્વારા મેળવેલ કાયદાની ડિગ્રી સહિતની શૈક્ષણિક લાયકાત, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન. ગુજરાતી અને/અથવા હિન્દી ભાષાનું પૂરતુ જ્ઞાન આવશ્યક છે.

ઉમેદવારનો હાઇકોર્ટ અથવા હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર કે તેની હસ્તકના બોર્ડ-નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થાપવામાં આવેલ કંપનીમાં કાયદાકિય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ આવશ્યક છે. ઉક્ત અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારે જો હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી હોય, તો રજિસ્ટ્રાર જનરલશ્રી, હાઇકોર્ટ અથવા જો ઉમેદવાર હાઇકોર્ટની તાબા હેઠળની કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં હોય તો પ્રિન્સિપાલ જ્યુડિશ્યિલ ઓફિસરશ્રી અથવા સબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી કે સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રી અથવા કંપની કાયદા હેઠળ સ્થાપવામાં આવેલી કંપની, સરકાર હસ્તકનાં બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કચેરીનાં વડા દ્વારા પ્રમાણિત હોવા જોઈએ.

 ઉમેદવાર ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સરળતાથી ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવુ જોઇએ. આ જ્ઞાન હોવા અંગેનું પ્રમાણપત્ર, ઉપર મુજબના અધિકારીશ્રીઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યું હોય તે બિડવાનું રહેશે.

આ કરાર આધારિત જગ્યા માટે ઉમેદવારને માસિક રુ.૬૦,૦૦૦ ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે. આ સિવાયની અન્ય બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીના નોટિસ બોર્ડ અથવા મહેકમ શાખામાં કચેરી સમય દરમિયાન રુબરુ જોઈ શકાશે. આ જગ્યા માટેનું અરજી ફોર્મ કલેક્ટર કચેરી, અમરેલીની મહેકમ શાખામાંથી રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મેળવી શકાશે. સંબંધિત ઉમેદવારોને જ્યારે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે અસલ ડોક્યુમેન્ટ સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવું. આ બાબતે જરુર જણાયે લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. અધૂરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ વિચારણા હેઠળ લેવામાં આવશે નહિ, તેમ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts