અમરેલી

અમરેલી જિલ્લા કૉંગ્રેસ દ્વારા આજથી જરુરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ઓક્સિજન આપવાના સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો

કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં કોરોના કેસ વધી રહ્યા છે. સાથે હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા દર્દીઓને ઓક્સિજનની જરુરિયાત પણ વધી રહી છે. ઓક્સિજનની અછતના કારણે જીવ ગુમાવી ચુક્યા છે. અમરેલી શહેર અને કેટલાક તાલુકામાં ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ની મોટી અછત ઉભી થતા અમરેલી શહેરના લોકોના જીવ રીતસર તાળવે ચોંટ્યા હતા. ગઈ કાલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ‘સરકાર અમરેલીને બચાવે’ આ પ્રકારનું નિવેદન આપી ઓક્સિજનની સ્થિતિ વિષે જાણકારી પણ આપી હતી.

આજે અમરેલી શહેર ખાતે પરિવર્તન ટ્રસ્ટ અને જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ફ્રી ઓક્સિજન સિલિન્ડર સેવા આપવા માટે આજથી શરૂ કરાય છે. સાથે સાથે સિલિન્ડરના લાભાર્થી ઓ એક વૃક્ષ રોપે અને ઉછેર કરે તેવી પણ અપીલ કરી છે. આજથી અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય નજીકથી વિનામૂલ્ય જરૂરીયાત મંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર આપવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના હસ્તે પ્રારંભ કરાયો છે. આજ થી અમરેલી ખાતે વધુ એક પ્રાણવાયુ કેન્દ્ર નો પ્રારંભ કરાયો છે ઇમર્જન્સી લોકો ને જરૂરિયાત પડે તેવા લોકો પણ અહીંથી ઓક્સિજન સિલિન્ડર લઈ શકે છે આ પ્રકાર ની ફ્રી સેવા શરૂ કરતા લોકો રાહત નો શ્વાસ લેશે.

નેત વિપક્ષ ધાનાણીએ કહ્યું હતું કે,અમરેલીમાં હાલ વધતા કોરોના સંક્રમણ વચ્ચે દવા, બેડ, ઈન્જેક્શન, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. એવામાં લોકોને ઓક્સિજન માટે ટળવળવું ના પડે તે માટે કોંગ્રેસ અને પરિવર્તન ટ્રસ્ટે લોકોને વિનામૂલ્યે ઓક્સિજનની સેવા આપવાના આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે

Related Posts