સાવરકુંડલા-લીલીયા બેઠક ઉપર આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સાવરકુંડલા શહેર કે તાલુકાના કોંગ્રેસી કાર્યકરને ઉમેદવાર તરીકે પસંદ કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી યાકુબભાઈ રસભર્યાએ પ્રદેશ કોંગ્રેસના સીનીયર આગેવાનોને જાહેર નિવેદનમાં અપીલ કરેલ છે કે સાવરકુંડલાને પ્રતિનિધિત્વ મળે તે હેતુથી સાવરકુંડલાના ઉમેદવારને પસંદ કરવા જણાવેલ છે. સાવરકુંડલા શહેર તાલુકાના કોંગ્રેસી કાર્યકરોએ સાવરકુંડલાના હક્ક માટે જાહેરમાં આવી ખુલ્લા પ્રયત્નો સક્રિય પણે કરવા ખાસ અનુરોધ રસભર્યાએ કરેલ છે.
વધુમાં યાકુબભાઈ રસભર્યાએ જણાવેલ છે કે ગત વિધાનસભાની ચૂંટણી પર્વે મરહુમ અહેમદભાઇ પટેલને તેમના વતન ખાતે સાવરકુંડલાનું પ્રતિનિધિ મંડળ સાવરકુંડલાને અપાઈ તે હેતુથી મળેલ પરંતુ કશું જ પરિણામ મળેલ નહિ તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સાવરકુંડલા શહેર તાલુકા માંથી ઉમેદવારની પસંદગી થાય તો સારું પરિણામ કોંગ્રેસ પક્ષની તરફેણમાં આવવાની પુરી શક્યતાઓ છે
સાવરકુંડલા શહેર તાલુકા માંથી ઉમેદવાર પસંદ કરવામાં વર્તમાન ધારાસભ્યના ગુરુ ધીરુભાઈ દૂધવાળા, પૂર્વ પ્રમુખશ્રીઓ બાબુભાઇ પાટીદાર, રાઘવભાઈ કલસરીયા, કિરીટભાઈ દવે, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, વર્તમાન શહેર પ્રમુખ વિજય ડોડીયા, અથવા વર્તમાન ધારાસભ્ય જે નામ સૂચવે તેને ઉમેદવાર તરીકે પસંદ કરવા ખાસ વિનંતી પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓને કરેલ છે પરંતુ સાવરકુંડલા નોજ ઉમેદવાર હોવો જોઈએ તેવી લાગણી સહ માંગણી એક જાહેર નિવેદનમાં કરતા વધુમાં યાકુબભાઈ રસભર્યાએ જણાવેલ છે કે બે વખત લીલીયાના ઉમેદવારને તક મળી હવે ચાર વખત સાવરકુંડલાના ઉમેદવારને તક મળવી જોઈએ.
Recent Comments