fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસની નવ નિયુકત કારોબારી ટીમને આવકારતા અનુસુચિત જાતિના ચેરમેન હસુભાઇ બગડા

અમરેલી ભાજપ સામે બાથ ભીડવા અને આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો પરચો લહેરાવવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીની સેના તૈયાર થઈ ગઇ છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિના ચેરમેન હસુભાઇ બગડાએ આ નવી કારોબારીને આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.

અમરેલી જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણીએ સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરી તાલુકા અને શહેરના સ્થાનિક પ્રમુખો, હોદેદારોની મીટીંગ બોલાવી સામુહીક રીતે જે નામોના સુચનો આવ્યા તે તમામ નામો અને પક્ષના લોકો સાથે ચર્ચા વિચારણા કરી તેમાંથી નાનામાં નાના કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકરોને કારોબારીમાં સ્થાન આપવામાં આવેલ છે. ઉપરાંત તમામ વર્ગના તમામ જાતિના લોકોને પણ પુરતુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.  આ કારોબારીમાં યુવાવર્ગના લોકોને પણ સ્થાન આપી નવી વિચારશ્રેણી સાથે ભાજપની સામે જય ઘોસ સાથે આ જિલ્લા કોંગ્રેસની નવી કારોબારી પ્રચાર પ્રસાર કરશે અને ફરી અમરેલીની પાંચેય વિધાનસભાની સીટો પર કોંગ્રેસનો પરચમ લહેરાશે તેવા શુભઆશીષ સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિના ચેરમેન હસુભાઇ બગડાએ આ નવી ટીમ નવી કારોબારીને આવકારેલ છે.
Follow Me:

Related Posts