અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ” ડિજિટલ સભ્ય નોંધણી અભિયાન ” અંતર્ગત જિલ્લાના આગેવાનોની મિટીંગ યોજાઇ

તા. ૧૩/૦૩/ ર૦ર૩ ને રવિવારના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા '' ડિજિટલ સભ્ય નોંધણી અભિયાન '' અંતર્ગત જિલ્લાના આગેવાનોની મિટીંગ અમરેલી જિલ્લાના પ્રભારી શ્રી પુંજાભાઇ વંશ (ધારાસભ્યશ્રી –ઉના )ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી.
 આ મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે રૈયાણી, જિલ્લાપ્રભારી શ્રી દિલીપ્ાભાઈ પ્ાટેલ , અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ નેતા વિપ્ાક્ષ શ્રી પ્ારેશભાઈ ધાનાણી, લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલીયા, જિલ્લા પ્ાંચાયત નેતા વિપ્ાક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ, સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ,જિલ્લા પ્ાંચાયત /તાલુકા પ્ાંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસ પ્ાક્ષના વિવિધ સેલ અને ફ્રન્ટલ ના જિલ્લાના પ્રમુખશ્રીઓ, સહિત જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ ઉપ્ાસ્થિત રહ્યા હતા.
 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્ાક્ષ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી કાર્યક્નમ તારીખ ૩૧ માર્ચ ર૦રર ના રોજ પૂર્ણ થતો હોય અમરેલી જિલ્લાના દરેક બૂથ  સુધી કોંગ્રેસ પ્ાક્ષને વરેલા કાર્યકરોની વધુ માં વધુ સભ્ય નોંધણી થાય અને બૂથ સ્તર ના આગેવાનોને ડિજિટલ સભ્ય નોંધણી માટે અધિકૃત કરવા અને અધિકૃત અગ્રણીઓને ડિજિટલી સભ્ય નોંધણીની પ્રક્નિયા ની સવિસ્તાર સમજણ ઉપ્ાસ્થિત અગ્રણીઓ દ્વારા આપ્ાવામાં આવેલ હતી.

 આ તકે ઉપ્ાસ્થિત જિલ્લાભરના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક અમરેલી જિલ્લાના દરેક બુથ પ્ાર કોંગ્રેસ પ્ાક્ષના સભ્ય તરીકેની નોંધણી કરવા સક્નિયતાથી કામગીરી કરી વધુ માં વધુ સભ્ય નોંધણી કરવા ખાતરી આપી હતી. 
 સમગ્ર કાર્યક્નમ ને સફળ બનાવવા જિલ્લા સમિતિ ના તમામ હોદ્દેદારશ્રીઓ એ જહેમત ઉઠાવી હતી..

Related Posts