અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતીકરણના હેતુ માટે લાઠીખાતે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન

પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ ડેલીગેટ અરવિંદભાઈ સીતાપરા, જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી સહિતના કોંગીઅગ્રણીઓ દવારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતીકરણના હેતુ થી લાઠી ખાતે તાલુકા અને શહેર સમિતિ ની મીટીંગ નુંઆયોજન કરવા માં આવેલ હતું.

આ મીટીંગમાં લાઠી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ નીકારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પક્ષના તમામ સેલ ફ્રન્ટલના હોદ્દાઓ ની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા. કોંગ્રેસના દરેક પાયાનાકાર્યકરો એ આ તકે કોઈપણ જાતના રાગદ્વેષ વિના એકસંપ થઇ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વ સામાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખ સમક્ષ વર્ણવી હતી.

પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આ વિસ્તાર નાપૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા એ પોતાની આગવી શૈલી માં કાર્યકરો ને
એકતા રાખી કોંગ્રેસ ના સિદ્ધાંતો ને અનુસરતા વધુમાં વધુ લોકો ને સાથે જોડાવા જણાવ્યું હતું. પ્રદેશ ડેલીગેટ અરવિંદભાઈ સીતાપરા તથા રફીકભાઈ મોગલ એ દરેક કાર્યકરો ને કોવિડ ન્યાય યાત્રા કાય૬/ગ્:ત્સક્નમ માં ભાગ લેવા જણાવેલ હતું. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકરો ઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે તેમ જણાવેલ હતું.


આજના કાય૬/ગ્:ત્સક્નમ માં જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી, પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ ડેલીગેટ રફીકભાઈ મોગલ, અરવિંદભાઈ સીતાપ્ારા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, જિલ્લા મહામંત્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અનુ.જાતી મોરચા પ્રમુખ હસુભાઈ બગડા, જિલ્લા કિસાન સેલના સત્યમભાઈ મકાણી, જિલ્લા ઓ.બી.સેલ ના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઈ પ્ાોકિયા, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ધોળકિયા, ઈમ્તિયાઝભાઈ, પ્ાોપ્ાટભાઈ ગોરસિયા, પ્રેમજીભાઈ મેવાડાસહિતના અગ્રણીઓ તથા કાય૬/ગ્:ત્સકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.

Related Posts