અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ડી.કે. રૈયાણીનું આજરોજ સન્માન કરવામાં આવ્યું
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીસાહેબ નું આજરોજ સન્માન કરવામાં આવેલ હતું. અમરેલી જિલ્લાના કોળી સમાજના આગેવાનો જગદીશભાઈ ડાભી ,નારાયણભાઈ મકવાણા, રમેશભાઈ ગોહિલ , ચંદુભાઈ અજાણી વરૂડી વાળા,0રવજીભાઈ મકવાણા, કાળુભાઈ ગોહિલ, ભીખુભાઇ મકવાણા સહિત ના અગ્રણીઓ એ આજરોજ નવ નિયુક્ત જિલ્લા કૉંગ્રેસ પ્રમુખશ્રી ની મુલાકાત લઈ અને તેમનું ફુલહાર થી સન્માન કરવા માં આવેલ હતું.
શ્રી ડી.કે.રૈયાણી ના નેતૃત્વ માં આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માં કૉંગ્રેસ પક્ષ ઉત્કૃષ્ટ પરિણામો મેળવી કૉંગ્રેસ ની વિજય યાત્રા આગળ વધારે એવી શુભ કામના હાજર રહેલ અગ્રણીઓ એ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જિલ્લા કૉંગ્રેસ પૂર્વપ્રમુખ શ્રી પંકજભાઇ કાનાબાર તથા જિલ્લા કૉંગ્રેસ મહા મંત્રી શ્રી જનકભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments