પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, પુર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ અંબરીશભાઈ ડેર, પુર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, પુર્વ જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પંકજભાઈ કાનાબાર, અર્જુનભાઈ સોસા, શંભુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શકિતસિંહજી ગોહીલની સુચનાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત દ્વારા અમરેલી જિલ્લાના ૧૧ તાલુકામાં તા. ૮, ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ “જન અધિકાર સ્નેહ સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પુર્વ ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, પુર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ અંબરીશભાઈ ડેર, પુર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, સુરેશભાઈ કોટડીયા, પુર્વ જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણી, પંકજભાઈ કાનાબાર, અર્જુનભાઈ સોસા, શંભુભાઈ દેસાઈ, જિ.પં. નેતા વિપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ સહિતના જિલ્લાના કોંગ્રેસ પક્ષના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતી રહેવાની છે. તેમજ મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, NSUI, અનુ.જાતિ મોરચો, લઘુમતી મોરચો, OBC સેલ, કિસાન સેલ, માલધારી સેલ, લીગલ સેલ, શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખો તથા જિલ્લા પંચાયતના સદસ્યોની પણ વિશેષ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે.
“જન અધિકાર સ્નેહ સંવાદ” કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત દવારા ઉપરોકત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા AICC ના હોદેદારો, પ્રદેશ કમિટીના હોદેદારો, જિલ્લાના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રીઓ, જિ.પં. નેતા વિપક્ષ, જિ.પં. સદસ્યો તથા ઉમેદવારો, તા.પં. સદસ્યો તથા ઉમેદવારો તથા નગરપાલિકા સદસ્યો તથા ઉમેદવારો, જિલ્લાના તથા તાલુકાના તમામ સેલ, ફન્ટલ, મોરચાના હોદેદારો, જિલ્લા સમિતિ તથા તાલુકા સમિતિના તમામ હોદેદારો તથા અગ્રણીઓ અને કાર્યકરોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.


















Recent Comments