અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અંબરીશભાઇ ડેેરની માંગણીને સમર્થન આપતું આવેદનપત્ર રેલ્વે વિભાગને પાઠવ્યું

    રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર ૧૬ દિવસથી અન્ન ત્યાગ કરી વેસ્ટર્ન રેલ્વે મુંબઇના ઉચ્ચ અધિકારીના હુકમથી રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની જનતાની સુખાકારી અને સુવિધા માટે રાજુલા શહેરમાં રેલ્વે વિભાગની ફાજલ પડેલ જમીન નગરપાલિકાને ફાળવવા હુકમ થયેલ હોવા છતા વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડીવીઝન દ્વારા ખોટા રાજકીય દબાણમાં આવી જમીનનો કબ્જો રાજુલા નગરપાલિકાને સોંપવાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. જે ખરેખર ગેરવ્યાજબી અને ઉચ્ચ પદાધિકારીના હુકમની સતત અવગણના થઇ રહી છે. ત્યારે આજરોજ નેતા વિપક્ષશ્રી પરેશભાઈ ધાનાણી દવારા ગુજરાતના તમામ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દવારા રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેરના સમર્થનમાં રેલ્વે સામે આંદોલનના કાર્યક્રમો કરવા આદેશ આપવામાં આવેલ હતો. 

    આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દવારા ડીવીઝનલ મેનેજરશ્રી વેસ્ટર્ન રેલ્વે મુંબઇ તથા ભાવનગર ડીવીઝનના અધિકારીઓને સ્ટેશન માસ્તર અમરેલી મારફત આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું અને અંબરીશભાઇ ડેર દવારા લોકહિત માટે રેલ્વેની જમીન રાજુલા નગરપાલિકાને સોંપવા માટે મંજુરી મળી ગયેલ હોવા છતા જિલ્લાના શાસક પક્ષના આગેવાનો દવારા ઉપરોકત જમીન ન મળે તેવા પ્રયત્નો કરી રહી છે ત્યારે શ્રી અંબરીશભાઇ ડેર છેલ્લા ૧૬ દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા હોવા છતા રેલ્વેના નિંભર તંત્ર દવારા આજસુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય, સત્વરે કાર્યવાહી કરી રાજુલા નગરપાલિકાને જમીન ફાળવવા માંગણી કરવામાં આવેલ હતી.

    ઉપરોકત માંગણીઓ અમરેલી જિલ્લાની જનતાના જાહેર સુખાકારી માટે છે ત્યારે ભાવનગર વેસ્ટર્ન રેલ્વે ડીવીઝન દ્વારા સતત ઓરમાયું અને પક્ષપાતી વલણ કોંંગ્રેસપક્ષ ચલાવી નહીં લે અને અમારી માંગણી છે કે વેસ્ટર્ન રેલ્વે મુંબઇના ઉચ્ચ અધિકારીના હુકમનો અનાદર કરનાર ભાવનગર વેસ્ટર્ન રેલ્વે ડીવીઝનના જવાબદાર અધિકારીઓ સામે હુકમના અનાદર બદલ પગલા લેવામાં આવે તેવી માંગણી છે.

    આ ઉપરાંત અમરેલી શહેર જિલ્લાનું મથક હોય અને ગુજરાતમાં તમામ સાંસદો ભાજપના હોય અને ૧પ–૧પ વર્ષથી અમરેલીના ભાજપના સાંસદ અમરેલીને બ્રોડગેજ સુવીધા અપાવી શકયા નથી. ત્યારે જિલ્લા કોંગ્રેસપક્ષની ઉગ્ર માંગણી છે કે અમરેલીને બ્રોડગેજ સુવીધા આપી અમરેલી જિલ્લાને મહાનગરો સાથે પેસેન્જર અને ગુડસ ટ્રેનની સુવીધાથી જોડી અમરેલી જિલ્લાનો વિકાસ કરવા વેસ્ટર્ન રેલ્વે જાગૃત થાય.

    અમરેલી શહેરના (૧) લાઠી રોડ ફાટક, (ર) સાવરકુંડલા રોડ ફાટક, (૩) ધારી–સાવરકુંડલા બાયપાસ ફાટક ઉપર ઓવરબ્રીજ મંજુર કરવામાં આવે તેમજ અમરેલી જિલ્લાના તમામ રેલ્વે સ્ટેશનો અપગ્રેડ કરી સુવિધાજનક કરવામાં આવે અને અમરેલી જિલ્લામાં આવેલ ખુલ્લા ફાટકોને બદલે અદ્યતન ફાટકો કરી અકસ્માતો નિવારવામાં આવે તે બાબતે આવેદન પત્રમાં માંગણી કરવામાં આવેલ હતી.

    જો આગામી દિવસોમાં રેલ્વે દ્વારા યોગ્ય પગલા લઇ પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો કોંગ્રેસપક્ષ જનતાને સાથે રાખી વેસ્ટર્ન રેલ્વે વિભાગ સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

    આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, શ્રી શરદભાઈ ધાનાણી, મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા, શ્રી જીતુભાઇ ગોળવાળા, પ્રદેશ મહિલા મંત્રી શ્રીમતી હંસાબેન જોષી, જિ.પં. બાંધકામ સમિતિ પુર્વ ચેરમેનશ્રી ટીકુભાઇ વરૂ, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઇ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપભાઈ પંડયા, એન.એસ.યુ.આઈ.ના શ્રી સમીરભાઇ કુરેશી, શ્રી નારણભાઇ મકવાણા, શ્રી મુઝફરહુસેન સૈયદ, નરેશભાઇ અધ્યારૂ, શ્રી હરેશભાઇ અજાણી, શ્રી પ્રવિણભાઇ કમાણી, શ્રી પ્રહલાદભાઇ સોલંકી, શ્રી પરવેઝભાઈ ચૌહાણ, શ્રી જગદીભાઈ તળાવીયા, શ્રી અસરફભાઇ રાઠોડ, શ્રી મોનીલભાઇ ગોંડલીયા, શ્રી ઇકબાલભાઇ બીલખીયા વિગેરે કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા
Follow Me:

Related Posts