અમરેલી

અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ અંતર્ગત વર્કશોપ યોજાયો

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ (મનરેગા) અંતર્ગત વર્કશોપ યોજાયો હતો.

વર્કશોપમાં સહભાગી બનેલા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમની માર્ગદર્શિકા અને કાર્યપદ્ધતિથી અવગત કર્યા હતા.

વર્કશોપમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગ અને મકાન, બાળ વિકાસ, વન, કૃષિ, બાગાયત, ફિશરીઝ, પશુપાલન, પાણી પુરવઠા જેવા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts